તેલુગુ કપલ નાગા ચૈતન્ય અને સમંથા રૂથ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે. ટોલીવુડની આ પોપ્યુલર જોડીની જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી જ બંનેના લગ્નના સમાચાર ચર્ચામાં હતા. નાગા-સમંથાના ફેન્સ તેમને પ્રેમથી ચેસેમ બોલાવે છે. બંનેની જોડી જેટલી સુંદર છે એટલી જ રોમેન્ટિક બંનેની લવ સ્ટોરી છે. બંનેની પ્રથમ મુલાકાત 2009માં ફિલ્મ યે માયા ચેસાવના સેટ પર થઈ હતી.