નેપાળ: પૂર-ભૂસ્ખલનથી અસરગ્રસ્ત, 43ના મોત, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ

Update: 2019-07-14 08:07 GMT

રાજધાની કાઠમંડુના કેટલાક ભાગોમાં પાણીમાં ભરાઈ ગયા છે. મૃતકોમાં એક જ પરિવારના 3 વ્યક્તિ હતા. કાઠમંડુ સ્થિત તેમના ઘરની દિવાલ ધરાશાયી થતા ત્રણેયના મોત નીપજ્યા. અન્ય 3 વ્યક્તિ પૂર્વના ખોતાંગ જિલ્લામાં ભૂસ્ખલનમાં મોત નીપજ્યા છે.

નેપાળમાં અતિશય વરસાદના કારણે આવેલા પૂર અને તેના કારણે ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અહીં પૂર ભૂસ્ખલનના કારણે 43 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 24 લોકો લાપતા છે. સાથે જ 20 લોકો ઈજાગ્રસ્ત છે 50થી વધારે લોકોને બચાવાયા છે. રેસ્કયુ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધખોળ અને બચાવ કાર્યોમાં લાગેલી છે.

નેપાળમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. પાણીના તેજ પ્રવાહના કારણે વધારે વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયુ. પૂરના કારણે અતિસંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને વિસ્થાપિત કરીને સુરક્ષિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. પરિવહન ક્ષેત્ર ખરાબરીતે ઠપ થતું જોવા મળેલ છે.તમામ પ્રમુખ રાજમાર્ગો પર લોકોની અવર-જવર બંધ છે. એવુ અનુમાન છે કે લગભઘ 6000 લોકો પૂરના પાણીથી ખરાબ પરિસ્થિતિમાં છે. તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયુ છે.

 

Similar News