પુર્વોત્તર રાજ્યના પ્રતિનિધિ મંડળે અંકલેશ્વરની લીધી મુલાકાત

Update: 2016-10-07 12:34 GMT

ગુજરાતી સંસ્કૃતિ તેમજ ઔદ્યોગિક બાબતો અંગેની રસપ્રદ જાણકારી અર્થે પુર્વોત્તર રાજ્યનું એક પ્રતિનિધિ મંડળ અંકલેશ્વર જીઆઇડીસીની મુલાકાતે આવ્યુ હતુ.

દેશના પુર્વોત્તર રાજ્યના મેઘાલય, આસામ, અરુણાચલ તેમજ મિઝોરમના પોલીસ અધિકારીઓ તથા કર્મીઓની એક ટીમે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત, ડિપીએમસી ફાયર સ્ટેશન તેમજ જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન કરતી લુપન લી.ની મુલાકાત લીધી હતી.

આ ડેલિગેશનમાં મેઘાલયના SP મેરી સંગમા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મળીને 50 જણની ટીમને ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદિપસીંગના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વરના ઇન્ચાર્જ વિભાગીય પોલીસ વડા અમિતા વાનાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ લુપીન લી. ના સહયોગથી તેઓને ઉદ્યોગ મંડળની કામગીરી અંગેની માહિતી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં સર્જાતા અકસ્માતો દરમિયાન રેસ્ક્યુ કરતા લાશ્કરો તેમજ ડિપીએમસી સેન્ટર ની વિઝીટ પણ કરાવવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સુરક્ષાને લગતા આધુનિક સાધનો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

જયારે જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન કરતી લુપીન લી.માં પુર્વોત્તર રાજ્યના પ્રતિનિધિ મંડળે પ્લાન્ટ વિઝીટ તેમજ ઉત્પાદન પ્રક્રિયા સંદર્ભેની રસપ્રદ જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિ, તહેવારોની જાણકારી થકી મુલાકતીઓ અભિભૂત થયા હતા અને ટૂંકી પણ યાદગાર મુલાકાત દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગમંડળ, ઇન્ચાર્જ પોલીસ વડા તેમજ લુપીન ના સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરીને તેઓ લાગણીશીલ બની ગયા હતા.

પુર્વોત્તર રાજ્યના પ્રતિનિધિ મંડળ સાથે ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, ઉદ્યોગ અગ્રણી એન.કે.નાવડીયા, લુપીન લી.ના બીજી વર્ગીશ ઉપસ્થિત રહીને મુલાકાતીઓને જરુરી માર્ગદર્શન પુરુ પાડયુ હતુ.

Similar News