- 2 કપ ઘઉંનો કરકરો લોટ
- 4 ચમચી સોજી
- દોઢ કપ દૂધ
- ½ કપ દળેલી ખાંડ
- ¼ ચમચી ઇલાયચી
- 1 કપ ખસખસ
- ½ કપ ઘી
ચુરમાના લાડુ બનાવવાની રીત
- ઘઉંનો કરકરો લોટ અને સોજીને ભેગા કરી તેમાં ઘી ઉમેરીને સારી રીતે ભેળવી દો.
- તેમાં જરૂરિયાત મુજબ દૂધ નાંખી કણક બાંધવો.
- કણકમાંથી નાના લાડુ બનાવી ઘીમાં સોનેરી રંગના તળી લેવા.
- ત્યારબાદ તેનો ભૂકો કરી ચાળણીથી ચાળી લેવુ.
- ચાળી લીધા બાદ દળેલી ખાંડ અને ઇલાયચી ભેળવી નાના-નાના લાડુ વાળવા.
- આ રીતે બધા લાડુ વાળી તેને ખસખસ અને બદામ-પિસ્તાથી ગાર્નિશ કરવા.