પ્રસિદ્ધ ફિલ્મ સર્જક લેખ ટંડનનું નિધન

Update: 2017-10-16 05:47 GMT

સિનિયર ફિલ્મ સર્જક લેખ ટંડનનું 88 વર્ષની જૈફ વયે અવસાન થયું હતુ. તેઓ છેલ્લા થોડા સમયથી અસ્વસ્થ રહેતા હતા.

1960નાં દાયકામાં શમ્મી કપૂરને ચમકાવતી પ્રોફેસર, પ્રિન્સ ઉપરાંત સુપર સ્ટાર રાજેશ ખન્નાને રેખા સાથે ચમકાવતી ફિલ્મ અગર તુમ ન હોતે અને નૃત્યાંગના અભિનેત્રી વૈજયંતીમાલાને મુખ્ય રોલમાં ચમકાવતી આમ્રપાલી જેવી કેટલીક સરસ ફિલ્મો તેમણે આપી હતી.

સ્વદેશ, રંગ દે બસંતી અને શાહરુખ ખાનની રોહિત શેટ્ટી નિર્દેશિત ચેન્નાઇ એક્સપ્રેસ જેવી ફિલ્મોમાં તેમણે નાની નાની ભૂમિકાઓ પણ કરી હતી.

તેમણે ડાયરેક્ટ કરેલી ફિલ્મોમાં ઝુક ગયા આસમાન, દો રાહેં, દૂસરી દૂલ્હન, ખુદા કસમ, દૂલ્હન વહી જો પિયા મન ભાયે, આંદોલન, વગેરેનો સમાવેશ થયો હતો. તેમણે ટેલિવિઝનની દિલ દરિયા, ફિર વહી તલાશ અને ફરમાન સિરિયલોનું પણ નિર્દેશન કર્યું હતુ.

Similar News