બૉલીવુડના વીતેલા જમાનાના જાણીતા કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન

Update: 2020-07-09 03:16 GMT

બોલિવૂડના જાણીતા અભિનેતા જગદીપનું નિધન થયુ છે. જગદીપે 81 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. જગદીપે કેટલીક જાણીતી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ વિખેર્યો હતો. જગદીપ શોલે ફિલ્મના સુરમા ભોપાલીના રોલમાં જાણીતો બન્યો હતો. જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક જાફરી હતું. બોલિવૂડ એક્ટર જાવેદ જાફરી જગદીપનો પુત્ર છે.

જગદીપનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના દતિયા સેન્ટ્રલ પ્રોવિંગમાં (હવે મધ્ય પ્રદેશ) 29 માર્ચ 1939માં થયો હતો. જગદીપે કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ વર્ષ 1994માં આવેલી અંદાજ અપના અપના, 1975માં આવેલી શોલે અને 1972માં આવેલી અપના દેશમાં તેના અભિનયની પ્રશંસા થઇ હતી. જગદીપે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 1951માં ફિલ્મ અફસાનાથી ફિલ્મી દુનિયામાં પગ મુક્યો હતો અને એક કોમેડિયન તરીકે તેને બે વીઘા જમીનથી ડેબ્યૂ કર્યુ હતું.

Tags:    

Similar News