બોલિવૂડના ‘ખલનાયક’ સંજય દત્ત હવે બનશે ડ્રગ્સ વિરુદ્ધના કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડ

Update: 2018-09-03 04:29 GMT

વ્યક્તિગત જીવનમાં પણ સંજય દત્ત ડ્રગ્સનો બંધાણી હતો, મહામુશ્કેલીથી તેણે આ વ્યસનમાંથી મુક્તિ મેળવી હતી.

પોતાના જીવનમાં ડ્રગ્સની લતનો શિકાર બનેલા બોલિવૂડના ‘ખલનાયક’ સંજય દત્ત હવે ડ્રગ્સ વિરુદ્ધ કેમ્પેઈન શરૂ કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે માહિતી આપતા જણાવ્યું કે સંજય દત્તે ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોના એન્ડી-ડ્રગ કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા સહમતિ દર્શાવી છે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે, ‘ટેલિફોન પર થયેલી વાતચીતમાં એક્ટર સંજય દત્તે ઉત્તરાખંડના એન્ટી-ડ્રગ કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે હા પાડી છે. સંજયે જણાવ્યું કે ડ્રગ્સની આદતને લીધે તેને પણ ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી અને તે ડ્રગ્સ વિરુદ્ધ કેમ્પેઈન કરવાનું પસંદ કરશે.’

તાજેતરમાં ઉત્તરાખંડના સીએમ રાવત મુંબઈમાં હતા, જ્યાં તેમણે કેટલાક ડિરેક્ટર્સ સાથે મુલાકાત કરી હતી. જો કે તેઓ એક્ટર સંજય દત્તને મળ્યા નહતા. સંજય દત્ત કોઈ ફિલ્મના શૂટિંગમાં બહાર હોવાથી મુલાકાત થઈ નહતી પરંતુ બાદમાં રાવતે ફોન પર તેમની સાથે વાતચીત કરી હતી.

 

Similar News