બોલીવુડ અભિનેત્રી ઈશા કોપિકર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ

Update: 2019-01-28 05:04 GMT

બોલીવુડ અભિનેત્રી ઇશા કોપિકર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં અભિનેત્રીએ કેસરિયો ખેસ પહેર્યો હતો. આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના અનેક નેતા પણ ઉપસ્થિત હતા. ભાજપે ઈશા કોપિકરને ભાજપ વીમેન ટ્રાંસપોર્ટ વિંગના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી છે.

'ડોન', 'સલામ-એ-ઇશ્ક' 'ક્યા કુલ હૈ હમ' 'હમ-તુમ' અને 'કંપની' જેવી ચર્ચિત ફિલ્મોમાં કામ કરનાર ઇશાનો જન્મ ૧૯૭૯માં થયો હતો. તેનું બાળપણ મુંબઇમાં વીત્યું હતું. કોલેજના દિવસોથી જ ગ્લેમરથી આકર્ષાઇને ઇશાએ ૧૯૯૫માં મિસ ઇન્ડિયામાં પણ ભાગ લીધો હતો. તેની પ્રથમ હિન્દી ફિલ્મ 'ફિઝા' વર્ષ 2000માં આવી હતી. 45 જેટલી ફિલ્મોમાં કામ કરનાર ઇશાએ 2009માં ટિમ્મી નારંગ સાથે લગ્ન કરી લીધા હતા.

લોકસભામાં ચૂંટણી પહેલા ભાજપમાં ઇશાનો સમાવેશ મહત્વનું માનવામાં આવે છે. થોડાક દિવસ અગાઉ ભોપાલથી અભિનેત્રી કરીના કપૂર કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેવા અહેવાલો આવ્યા હતા. આમ ભાજપે પણ તેની ટીમમાં ગ્લેમરસ ચહેરાઓને સ્થાન આપવાનું શરૂ કરી દીધું છે.

 

Similar News