ભરૂચ RTO કચેરીની કોમ્પ્યુટર સિસ્ટમ વાયરસના ભરડામાં સપડાય

Update: 2017-06-27 13:43 GMT

ભરૂચ RTO કચેરીની કોમ્પ્યુટર સિસ્ટમને બિટ કોઈન્સ વાયરસનો એટેક થતા કામગીરી ઠપ થઇ ગઈ હતી, જેના કારણે લાઇસન્સ, વાહન પાર્સિંગ માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ભરૂચ RTO કચેરીની કોમ્પ્યુટર સિસ્ટમ ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (GSWAN) દ્વારા સંચાલિત છે. અને જરૂરી સિક્યુરિટી સિસ્ટમ એક્ટિવ હોવા છતાં બિટ કોઈન્સના ભરડામાં સપડાય ગઈ હતી. અને જેના કારણે RTOની ઓનલાઇન કામગીરી ઠપ થઇ ગઈ હતી.

RTO કચેરીમાં વાહન પાર્સિંગ, લાયસન્સ સહિતની કામગીરી માટે આવેલા લોકોએ કલાકો સુધી કચેરીમાં રાહ જોયા બાદ પણ તેઓનું કામ થઇ શક્યુ નહોતુ.

RTO કચેરીના સિનિયર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન અધિકારી રાકેશ નાયડુએ જણાવ્યુ હતુ કે કચેરીની કોમ્પ્યુટર સિસ્ટમ બિટ કોઈન્સના વાયરસથી પ્રભાવિત થઇ છે, અને RTO કચેરીના કર્મચારીઓની મદદથી સિસ્ટમને ફોરમેટ કરવામાં આવી હતી, અને ત્યારબાદ કોમ્પ્યુટર સિસ્ટમ વર્ક કરતી હતી પરંતુ પુનઃ બિટ કોઈન્સનો વાઇરસનો એટેક થતા તમામ કામગીરી બંધ થઇ હતી. અને આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને વહેલી તકે RTO કચેરીની કામગીરી પુનઃ કાર્યવંત થશે તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News