ભરૂચ એલસીબી પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

Update: 2018-03-21 07:46 GMT

ભરૂચ એલસીબી પોલીસે NH 8 પર ના મુલડ પાસે થી લાખો રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી શહેર પોલીસ ના હવાલે કર્યો હતો.

ઉલ્લેખનીય છે ગાંધીના ગુજરાત માં દારૂ બંધી પર સખત માં સખત કાયદાઓ હોવા છતાં આયે દિન વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો ઝડપાયા કરતો હોય છે ત્યારે ભરૂચમાં આઈ જી સકોર્ડ ની આર આર સેલ, વિજીલીન્સ અને એલસીબી તથા એસ ઓ જી દ્વારા દારૂ માફિયા ઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સંદર્ભે ભરૂચ એલ સીબી પોલીસે બાતમીના આધારે ને.હા. 8 પર થી રાજસ્થાન પાર્સિંગ ની નવી નકોર ટ્રક સાથે વિપુલ માત્રા માં વિવિધ વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો સાથે ટ્રક ઝડપી પાડવામાં આવી છે.

 

Similar News