ભરૂચ એસપી ના ફરમાન નું સુરસુરિયુ,પોલીસ જવાનોને ફરજ દરમિયાન જીન્સ ટીશર્ટ ન પહેરવા માટે કર્યું હતું ફરમાન 

Update: 2016-07-30 13:29 GMT

 

પોલીસકર્મી ઓ જ પોલીસ વડા ના હુકમ ને ધોળી ને પી ગયા

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે સંદિપસિંઘે ચાર્જ સંભાળતા ની સાથે જ પોલીસ ની ઇમેજ ને નવી ઓળખાણ આપવા ના આશ્રય થી જવાનો માટે ફરમાન કર્યું હતું કે ફરજ દરમિયાન જીન્સ અને ટીશર્ટ ન પહેરવા અને જો એવું કરશે તો દંડ ફટકારશે પરંતુ આ ફરમાન નું પાલન થતું ન હોવાનું લાગી રહ્યું છે.

 

ભરૂચ એસ.પી સંદિપસિંઘ દ્વારા જે તે સમયે પરિપત્ર બહાર પાડી તમામ પોલીસ કર્મીઓને ફરજના કલાકો દરમ્યાન જીન્સનું પેન્ટ અને ટીશર્ટ ન પહેરવા આદેશો અપાયા હતા.પોલીસ વિભાગ એ શિસ્તનું પર્યાય છે એવામાં પોલીસકર્મીઓ જ શિસ્તનો પાઠ ન શીખે તો પ્રજામાં તેની છબી ખરડાઈ છે આથી પોલીસની છબી સુધારવા પોલીસ વડા દ્વારા જીન્સ પેન્ટ અને ટીશર્ટ ન પહેરવા આદેશો આપ્યા હતા. જોકે તેનું પાલન હવે પોલીસ જવાનો કરતા ન હોવાનું પણ નજરે પડે છે.

અનેક વાર પોલીસ કર્મીઓ ફોર્મલ નહિ પણ જીન્સ ટીશર્ટ માં નજરે પડયા છે.જો આજ ની વાત કરીએ તો આજે ભરૂચ A ડિવિઝન પોલીસ દ્વારા બે સાઇબર ક્રાઈમના ગુના નો ભેદ ઉકેલ્યો હતો અને જેના આરોપીઓ ને મીડિયા સમક્ષ લાવતી વેળાએ પોલીસ જવાનો જીન્સ ટીશર્ટ માં નજરે પડયા હતા. જેના પરથી સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે પોલીસ જવાનો માટે જિલ્લા પોલીસ વડા નું ફરમાન માત્ર કાગળ પરનું જ હતું અને તેનો અમલ કરવાનો તેઓ જરૂરી નથી સમજતા.

Tags:    

Similar News