ભરૂચ કેબલ બ્રિજ પર અકસ્માત બાદ પ્રવાહી ગોળનો રસાવ થતા વાહન ચાલકોમાં નાશભાગ

Update: 2017-04-08 05:56 GMT

ભરૂચ કેબલ સ્ટેઇડ બ્રિજ પર તારીખ 7મી ની મોડી સાંજે પ્રવાહી ગોળ ભરેલ ટેન્કરને અકસ્માત નડયો હતો, જેના કારણે ગોળ ઢોળાતા વાહન ચાલકોમાં નાશભાગ મચી ગઈ હતી.

ભરૂચ કેબલ બ્રિજ પર લોકાર્પણ ના એક મહિનામાં પ્રથમ અકસ્માત સર્જાયો હતો,જેમાં સુરત થી ભરૂચ તરફ દોડતા LPG ગેસના ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર આગળ ચાલતા પ્રવાહી ગોળ ભરેલ ટેન્કરમાં ધડાકા ભેર અથડાયુ હતુ.

સર્જાયેલા અકસ્માતના પગલે ટેન્કરમાં લીકેજ સર્જાતા પ્રવાહી ગોળ રોડ પર ઢોળાવા લાગ્યો હતો, પ્રથમ કોઈક કેમિકલ લીકેજ થયુ હોવાની દહેશતના પગલે વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

ભરૂચ પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈને ક્ષતિગ્રસ્ત પ્રવાહી ગોળ ભરેલા ટેન્કરને સાવચેતી પૂર્વક ખસેડીને વાહન વ્યવહારને રાબેતા મુજબ શરૂ કર્યો હતો.

 

Similar News