ભરૂચ જિલ્લાની એક માત્ર અદ્યતન સિવિલ હોસ્પીટલમાં પીવાના પાણીમાં પણ અધધ ગંદકી...!

Update: 2019-01-25 06:59 GMT

દાખલ દર્દીઓનું સ્વાસ્થય જોખમાવાની ભીતી

ભરૂચ સિવિલમાં સત્તાધિશોની એક મોટી બેદરકારી સામે આવી છે. અત્યાર સુધી ભરૂચ સિવિલ હોસ્પિટલ અનેક વિધ વિવાદોમાં સપડાયેલ રહી છે. જેમાં નર્સીંગ સ્ટાફ હોય કે ડૉકટરનું બિહેવિયર, કે પછી હોય પાર્કિંગનો મુદ્દો, ગંદકીની, દવાઓની ઉપલબ્ધીની વાત તો હજુ બાજુ પર જ છે ત્યારે પ્રજાના સ્વાસ્થય માટે જોખમી સાબિત થાય તેમ આ સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીના કુલરમાં વંદાઓ, જીવાતોનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.

અધધ ગંદકીના કારણે સિવિલમાં દાખલ થયેલ દર્દીઓનું આરોગ્ય વધુ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જો કોઈ દર્દીને એની આડ અસર થાય તો જવાબદાર કોણ..? એ એક મોટો સવાલ ઉભો થયો છે.

Similar News