ભરૂચ સાઈબર ક્રાઈમ સેલે ઓનલાઈન વોલેટમાંથી રૂપિયા ઉપાડી છેતરપીંડી કરતા આરોપીની કરી ધરપકડ

Update: 2019-06-02 10:01 GMT

ભરૂચ સાઈબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન સેલે ઓનલાઈન વોલેટમાંથી રૂપિયા ઉપાડી છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડિયા તાલુકાના કરાદ ગામમાં રહેતા રોનીતભાઈ મહેન્દ્રભાઈ વસાવાના એટીએમ કાર્ડની વિગતો મેળવી કોઈક ભેજાબાજે તેમના એચડીએફસી બેંક ખાતમાંથી ઓનલાઈન વોલેટ મારફતે અલગ-અલગ રીતે ૪૮ હજાર ૮૪૨ રૂપિયા ઉપાડી લઈ છેતરપીંડી કરી હતી. આ અંગે રોનીત વસાવાએ ભરૂચ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે ટેકનીકલ એનાલિસિસ કરી ઝઘડિયા તાલુકાના પીપદરા ગામના નીલેશ જેસીંગભાઇ વસાવાને જંબુસર બાયપાસ બ્રીજ પાસેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેને અન્ય ચાર વ્યક્તિઓ સાથે પણ છેતરપીંડી કરી હોવાનું કબુલ કરતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News