ભરૂચ: હિન્દુ સમાજ ઉપર હુમલા અને હત્યા મુદ્દે VHPએ આપ્યું આવેદન

Update: 2019-10-19 08:31 GMT

ભરૂચ વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા સુરતમાં થયેલ વેપારીની હત્યા મુદ્દે ભરૂચ જિલ્લા કલેકટરને વડાપ્રધાનને સંબોધી કસુરવારો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહીની માંગ સાથે એક આવેદન પાઠવાયું હતું.

VHPના જિલ્લા અધ્યક્ષ બિપિન પટેલ, જિલ્લા મહામંત્રી દુષ્યંત સોલંકીના નેજા હેઠળ અપાયેલા આવેદનમાં ઉલ્લેખ મુજ્બ જેહાદી માનસીકતા ધરાવતા મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા હિન્દુ સમાજ ઉપર જધન્ય અને હિચકારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.એમાં પણ ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંગઠનોના કાર્યકર્તાઓને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.આવેદનમાં બે સ્થાનોના ઉલ્લેખ સાથે જણાવાયું કે, સુરતના અડાજણમાં રહેતા અને તિરૂપતિ માર્કેટની સામે શુભમ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી તરૂણ ઓમપ્રકાશ રાબેતા મુજ્બ પોતાની દુકાને બેઠા હતા ત્યારે એમની જ દુકાનમાં કામ કરતા નોકર ઉવૈશ ખાને ચપ્પુ વડે હુમલો કરી તેમની હત્યા કરી હતી. તો બીજા બનાવમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રહેતા શિક્ષક તેમની સગર્ભા પત્ની તથા ૮ વર્ષીય માસુમ બાળકની ચાર મુસ્લિમ કટ્ટરપંથી જેહાદી તત્વો દ્વારા નિર્દયતાથી હત્યા કરી નાંખવામાં આવી હતી.આ ધટનાઓના દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે.

વધુમાં VHP દ્વારા જણાવાયું છે કે,જેહાદી માનસિકતા ધરાવતા મુસ્લિમ આક્રમણકર્તાઓ દ્વારા સંઘના વિવિધ ક્ષેત્રોમાં કાર્યકર્તાઓની હત્યા કરીને દેશમાં આક્રાંતાઓ દ્વારા શાંતિભંગ કરીને દેશમાં અસ્થિરતાનો માહોલ ઉભો કરવા માંગે છે. જેની સામે સમગ્ર હિન્દુ સમાજમાં આક્રોશ ભભુકી રહ્યો છે.સાથે સરકાર પાસે આવા તત્વોની સામે લાલ આંખ કરી તાત્કાલિક તેના કસુરવારો સામે કડક કાયદાકિય કાર્યવાહી કરી પગલા ભરવામાં આવે, તેમની ધરપકડ કરી ખાસ કોર્ટમાં કેસ ચલાવીને તેમને તાત્કાલિક સજા કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

Similar News