ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક પુરના પાણીમાં 15 જેટલી ભેંસો ફસાઈ

Update: 2019-08-09 07:33 GMT

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે કેવડીયા સ્થિત નર્મદા ડેમની સપાટી 131 મીટર સુધી પહોંચી જતાં ગુરૂવારે રાત્રે ડેમના 26 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે શુક્રવારે બપોરે નર્મદા નદી તેના 22 ફૂટના વોર્મિંગ લેવલ સુધી પહોંચી ગઇ હતી. નર્મદા નદીમાં 2013 બાદ ફરીથી પુરની સ્થિતિનું નિર્માણ થયું છે.

દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા લકકડીયા પુલ નજીકથી 15 જેટલી ભેંસો પાણીમાં ફસાઈ હતી. નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યાં છે. નર્મદા નદીની સપાટી વધી રહી હોવાથી કાંઠા વિસ્તારના ૪પ ગામોને હાઇએલર્ટ કરી દેવાયાં છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારો ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી, દાંડિયાબજાર અને વેજલપુર તથા અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન, શકકરપોર ભાઠા, તરિયા અને જુના બોરભાઠા તેમજ ઝઘડિયાના જુના પોરા ગામમાં નદીના પાણી ફરી વળતાં લોકોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. 2013 અને 2015 બાદ ફરીથી ભરૂચના ગોલ્ડનબ્રિજે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

Similar News