ભરૂચના લખીગામ-લુવારા ખાતે ઝેરી બી ખાતા ૫ બાળકોની તબીયત લથડી

Update: 2018-11-06 05:05 GMT

રમત-રમતમાં બદામ સમજી બી ખાતા બાળકોનું સ્વાસ્થય જોખમાયું

તમામ બાળકોને સારવાર અર્થે ભરૂચ સિવિલ લવાયા

 

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખીગામ-લુવારા ગામે ખરી ફળીયામાં રહેતા વિશાલ દિનેશ રાઠોડ(ઉ.વર્ષ.૧૫), વાસુ કિરણ રાઠોડ(ઉ.વર્ષ.૧૪), અરૂણ સરદાર રાઠોડ(ઉ.વર્ષ.૧૪), કમલાભાઇ પ્રવિણ રાઠોડ (ઉ.વર્ષ.૧૫), કિશન રમેશ રાઠોડ(ઉ.વર્ષ.૧૩)નાઓ ગામની બહાર ભાગોળે બપોરે રમવા ગયા હતા. દરમિયાન એક ઝાડ ઉપર બદામ જેવા દેખાતા ફળના બી બદામ સમજી ખાઇ જતા તમામને બી ની અસર વર્તાતા ઝાડા-ઉલ્ટી થતા તમામ બાળકોની તબીયત લથડી હતી.

જેમને મોડી સાંજે ૮ કલાકની આસપાસ તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા. તત્કાલ સારવારના પગલે તમામ બાળકોની હાલત હાલ સુધારા પર હોવાના એહવાલ મળી રહ્યા છે.આ બનાવ અંગે દહેજ મરીન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર લઈ રહેલ બાળકોનું નિવેદન લઈ આગળની કાર્યવાહી આરંભી હતી.

 

Tags:    

Similar News