ભરૂચના વાતાવરણમાં અચાનક પલટો અસહય ઉકળાટ બાદ વરસાદ

Update: 2019-06-15 09:46 GMT

ભરૂચમાં ગરમી બાદ અચાનક વરસાદી ઝાપટું આવી જતા એક દિવસમાં બે ઋતુ હોય તેવો અનુભવ જોવા મળયો હતો.

ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં ફેરફારો નોંધાયા કરે છે. તીવ્ર ગરમી તથા બફારાની વચ્ચે એકાદ બે દિવસોમાં ગરમીનો પારો ઓછો થતા ગરમીમાં રાહત પણ મળતી જણાતી હતી. ગઇકાલે ભરૂચ તાલુકાની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડયો એવા અહેવાલો પણ મળ્યા હતા.

આજે ભરૂચમાં આકાશમાં વાદળા આવી ચડતાં આકાશ કાળુ પડી ગયું હતું. જોકે વાદળો વચ્ચે પણ સુરજ દાદા દેખા દેતાં વરસાદ પડે નહિ તેમ લાગતું હતું. પરંતુ તડકા વચ્ચે પ્રારંભે નાના-નાના છાંટાઓ અને બાદમાં મોટા-મોટા પાણીના ટીપા સાથે વરસાદી ઝાપટું પડવા માંડયું હતું.

અચાનક આવી ચડેલા વરસાદ માટે કોઇ તૈયારીઓ ન કરી હોવાથી કેટલાક ટુ-વ્હીલર ચાલકો, તથા લારીઓવાળા વરસાદથી બચવા આમતેમ આશરો શોધતા નજેર ચડયા હતા. પરંતુ ગરમીથી કંટાળેલા મોટાભાગના લોકો તથા નાના ભૂલકાઓ વરસાદને માણવા માટે બહાર નીકળી પલળીને ખુશી વ્યક્ત કરતા દેખાતા હતા. ભરૂચવાસીઓએ અચાનક આવી પડેલા વરસાદને વધાવી ભરૂચમાં આ વર્ષે સારો વરસાદ પડે તેવી કામના કરી હતી.

Tags:    

Similar News