ભરૂચનાં કાસદ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ગુટખા બનાવવાનું કારખાનું ઝડપાયું
ભરૂચ તાલુકાનાં કાસદ ગામ ખાતે થી ગેરકાયદેસર રીતે ગુટખા બનાવવાનું એક કારખાનું એલસીબી પોલીસે ઝડપી પાડયું હતુ, અને પોલીસે કારખાનાનાં માલિકની ધરપકડ કરીને ગુટખા બનાવવાનાં રો મટીરીયલ, આયશર ટેમ્પો સહિત અન્ય સામન મળીને કુલ રૂપિયા 36 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાનાં કાસદ ગામનાં મુખ્ય રસ્તા પર આવેલ સૈયદ બાપુ કબ્રસ્તાનની સામે મન્સૂરી ફળિયામાં રોડ ઉપર આવેલ સમદ ઇસ્માઇલ મન્સુરીના મકાનમાં જાહિદ ઉર્ફે બાબુ અબ્દુલ રહેમાન ખત્રી ગેરકાયદેસર ગુટખા બનાવવાની ફેક્ટરી ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરીને બનાવટી ગુટખા બનાવવાનું કૌભાંડ ઝડપી પાડયુ હતુ.
ઉલ્લેખનીય છે કે જૂન 2017માં પણ જાહિદ ઉર્ફે બાબુ અબ્દુલ રહેમાનની પોલીસે બનાવટી ગુટખા બનાવવાનાં કૌભાંડમાં ધરપકડ કરી હતી.