ભરૂચમાં પીએમની સભામાં પાકીટ અને મોબાઈલ ચોરનાર ગુલાબી ગેંગના પાંચ આરોપી ઝડપાયા

Update: 2017-03-11 11:15 GMT

ભરૂચમાં કેબલ બ્રિજના લોકર્પણ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી, ત્યારે ચિક્કાર જનમેદની વચ્ચે પણ પાકીટ અને મોબાઈલ ચોરોએ હાથનો કસબ અજમાવીને ચોરીને અંજામ આપ્યો હતો.

સમગ્ર ઘટના સંદર્ભે ભરૂચના કસક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,જે અંગે પોલીસે તપાસ દરમિયાન વડોદરા ની કુખ્યાત ગુલાબી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી હતી, અને તેઓની પાસેથી મોબાઈલ,પાકીટ તેમજ રોકડા રૂપિયા કબ્જે કરીને પોલીસે વધુ તપાસ હાથધરી છે.

 

Similar News