ભરૂચમાં હજયાત્રીઓ માટે રસીકરણ કાર્યક્ર્મ યોજાયો

Update: 2018-07-08 05:33 GMT

૩૭૦થી પણ વધુ હજયાત્રીકોએ એનો લાભ લીધો

આગામી દિવસોમાં શરૂ થનાર હજયાત્રાના હજયાત્રીકો માટે ભરૂચની સિવિલ હોસ્પીટલ ખાતે એક વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

આગામી ૨૧મી ઓગષ્ટથી શરૂ થનારી હજયાત્રા માટે અમદાવાદથી હજયાત્રીકોને લઈ પહેલી ફ્લાઇટ રવાના થશે. ભરૂચમાં હજકમીટીમાં જેટલા હજયાત્રીકો નોંધાયા છે અને ખાનગી ટુરમાં જે હજ યાત્રીકો નોંધાવા પામ્યા છે. તે તમામ માટે ટ્રસ્ટ દ્વારા ત6ત્રન સહયોગથી રસીકરણના વિવિધ જગ્યાએ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="55055,55056,55057,55058,55059,55060"]

હજયાત્રા દરમિયાન કોઇપણ યાત્રીકોના સ્વાસ્થય ન બગડે તે માટે કાદરી ફાઉન્ડેશન-મકતમપુર,રોટરી કલબ તથા મુસ્લીમ સોશ્યલ ગૃપ દ્વારા ભરૂચ-નર્મદા જિલ્લાના હજ ફિલ્ડ ટ્રેઈનર ફઝલભાઇ પાતરાવાલાની દેખરેખ હેઠળ વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં ભરૂચની સિવિલ હોસ્પીટલ ખાતે વેકસીનેશન(રસીકરણ) કાર્યક્ર્મ યોજાયો હતો. ૩૭૦થી પણ વધુ હજયાત્રીકોએ એનો લાભ લીધો હતો

Tags:    

Similar News