ભારત અને મ્યાનમાર વચ્ચે 11 મહત્ત્વનાં કરારો થયા

Update: 2017-09-07 05:52 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારનાં પ્રવાસ દરમિયાન યાંગૂનમાં રહેતા ભારતીયોને સંબોધન કર્યું હતુ. ભારત અને મ્યાનમાર વચ્ચે 11 મહત્ત્વનાં કરારો કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ યાંગૂનમાં રહેતા ભારતીયોને થુવાના સ્ટેડિયમમાં સંબોધન દરમિયાન જણાવ્યું હતુ કે બંને દેશો માત્ર સરહદ થી જ નહિ પણ એકબીજાની ભાવનાઓ થી જોડાયેલા છે.બર્મી ભાષામાં તેઓએ સંબોધનની શરૂઆત કરી હતી. વધુમાં મોદીએ યાંગૂન આવીને બાળપણનું આધ્યાત્મિક શહેરમાં જવાનું સપનું પૂરુ થયું હોવાનું જણાવ્યું હતુ.

પ્રવાસી ભારતીયોને લઈને પોતાની યોજનાઓ વિશે જણાવ્યું કે વિઝા જેવી જરૂરિયાત માટે ભારતીય દૂતાવાસનાં દરવાજા 24 કલાક માટે ખુલ્લા છે.

મ્યાનમાર સાથે ભારતનો સંબંધન વધુ મજબૂત થશે અને ટ્રાન્સપોર્ટ, કોરિડોર, બોર્ડર, સમજૂતી અને ક્રોસ બોર્ડર મોટર વ્હિકલ સમજૂતી દ્વારા બંને દેશ વચ્ચે આદાન પ્રદાન વધશે.મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 11 જેટલા મહત્ત્વનાં કરારો પણ કરવામાં આવ્યા છે.

 

Tags:    

Similar News