ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો

Update: 2019-11-24 14:55 GMT

ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યો છે. ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પ્રથમ દાવમાં 241 રનની લીડ મેળવ્યા પછી ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે પાંચ અને ઇશાંત શર્મા ચાર વિકેટ લીધી હતી.

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 7માંથી 7 મેચ જીતીને 360 પોઈન્ટ્સ સાથે ટોપ પર

છે. ઓસ્ટ્રેલિયા 116 પોઈન્ટ્સ સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 60

પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે.

Similar News