ભારતના વીર પુત્ર કમાન્ડર અભિનંદન આવી પહોચ્યા સ્વેદ્શ, દેશમાં ખુશીનો માહોલ

Update: 2019-03-01 16:41 GMT

સવારથી દરેક દેશવાસી ભારતમાતાના જે વીર પુત્રની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે વીર કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને ભારતને સોંપી દીધા છે. વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત સોંપવા માટે કાર્યવાહી પૂરી કરતા પાકિસ્તાને વાઘા-અટારી બોર્ડર પર કમાન્ડરને ભારતને સોંપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારે દબાણ અને કલાકોની રાહ જોયા પછી પાકિસ્તાને અંતે શુક્રવાર રાત્રે લગભગ 9.20 કલાકે ભારતના બહાદુર પાયલટ અભિનંદનને ભારતને સોંપ્યા. અટારી બોર્ડર પર ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ અને બીએસએફે પાયલટનું ભારતની ભૌમ પર સ્વાગત કર્યું હતું.

ભારતના બીટિંગ રીટ્રીટ સમારોહને રદ કર્યા પછી પાકિસ્તાને દુનિયા સામે દેખાવો કરવા માટે આ કાર્યક્રમની યોજના કરી અને કાગળની કાર્યવાહીના નામે કલાકો વેડફ્યા પછી કમાન્ડરને સોંપ્યા હતા. આ પહેલા પાકિસ્તાન તરફથી બપોરનો 2 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કાર્યવાહીના નામે લાંબો સમય પસાર કરી પાકિસ્તાને અંતે કમાન્ડરને વાઘા-અટારી બોર્ડર પર ભારતને સોંપ્યા હતા.

માતૃભૂમિ પહોંચેલા કમાન્ડરના મેડિકલ ચેકઅપ પછી અમૃતસર એરપોર્ટ પર લઇ જવામાં આવશે, જે પછી તેમને વાયુ સેનાના વિમાન દ્વારા દિલ્હી લઇ જવામાં આવશે.

 

Similar News