ભારતનો 900મી વન ડેમાં ન્યૂઝીલેન્ડ સામે આસાન વિજય

Update: 2016-10-17 05:50 GMT

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવી 1-0ની સરસાઇ મેળવી હતી.

વન-ડે હિસ્ટ્રીમાં આ ભારતની 900મી વન-ડે મેચ હતી. તેમજ આ મેચની બીજી ખાસ વાત એ છે કે મેચ જીતવા સાથે જ મહેન્દ્રસિંહ ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટનની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે.

ભારતની જીતમાં મહત્વનો ફાળો આપનાર હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને આ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

ધર્મશાળામાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટીંગમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડીની ટીમ 43.5 ઓવરમાં 190 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેનો પીછો કરતા ભારતે માત્ર 33.1 ઓવરમાં 194 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ભારત તરફથી રોહિત શર્મા(14), મનિષ પાંડે(17), આજીંક્ય રહાણે(33) અને કેપ્ટન ધોની(21) રન બનાવીને જીત મેળવવા માટે ફાળો આપ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે અણનમ 79 રન અને ટીમ સાઉદીએ 55 રન બનાવ્યા હતા.

Similar News