ભુજ માધાપરની વર્ષો જૂની દરબારી શાળા બની ખંડેર

Update: 2019-06-23 11:32 GMT

ભુજ તાલુકાના માધાપરની વર્ષો જૂની દરબારી શાળા આજે ખંડેર અવસ્થામાં જોવા મળી રહી છે.૨૦૦૧ના વિનાશક ભુકંપ બાદ શાળાનું રીનોવેશન કામ આરંભાયું હતું. તે સમયે અહીં આધુનિક લાઈબ્રેરી અને અદ્યતન શાળાની વાતો કરાઈ હતી. પરંતુ હજી આ શાળા બંધ હાલતમાં અને ખંડેર છે.

માધાપરમાં આવેલી આ શાળા ૧૫૦ વર્ષ જૂની છે.ભુકંપ પૂર્વે અહીં બાળકો અભ્યાસ કરતા હતા ભુકંપમાં શાળાની ઇમારતને નુકશાન થતા અહીં શૈક્ષણિક કાર્ય બંધ કરાવાયું હતું..બાદમાં ૨૦૦૮-૦૯ ના વર્ષમાં ૮ થી ૧૦ લાખનો ખર્ચ અહીં રીનોવેશન પેટે કરાયો હતો તો પણ આ શાળા કોઇ કારણોસર બંધ હાલતમાં છે. કચ્છએ ઐતિહાસિક જિલ્લો છે. તેવામાં અહીં માધાપર હાઇવે પર દરબારી અને રાજાશાહી ઇતિહાસ ઉજાગર કરતી શાળાને વિકસાવવા પાછળ તંત્ર દ્વારા પાછીપાની કરાતી હોવાની ચર્ચા છે.વર્ષો જૂની શાળા હોઈ ઐતિહાસિક શાળા તરીકે બિરુદ આપી અહીં મ્યુઝિયમ અને પુસ્તકાલય બનાવવાની વાતો કરાઈ હતી.પણ ઉદ્દેશ સિદ્ધ થયો નથી.હાલની સ્થિતિ દયાજનક છે. શાળાની હાલત બિનવારસી જેવી છે અહીં કચરાના ઢગ જોવા મળે છે. ત્યારે આ બાબતે યોગ્ય થાય તે જરૂરી બની રહે છે.

Tags:    

Similar News