મકરસંક્રાંતિ પર વધુ પ્રમાણમાં ઘુઘરી ગાયનાં સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમકાર

Update: 2018-01-12 12:08 GMT

ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિનાં પર્વ નિમિત્તે પતંગ ચગાવવાની સાથે દાન ધર્મનો મહિમા પણ છે. જ્યારે આ પવિત્ર દિવસે ગાયને ઘુઘરી તેમજ લીલુ ઘાસ ખવડાવીને પણ ધર્મપ્રિય લોકો પુણ્યનું ભાથું પીરસતા હોય છે.

મકરસંક્રાંતિનાં દિવસે દાન ધર્મનાં મહિમાને સાકાર કરવા માટે લોકો ભોજન, સીંગ તલની ચિક્કી, સીંગ તલનાં લાડુનાં દાનનો મહિમા છે, તેમજ ગૌમાતાને લીલુ ઘાસ, શાકભાજી, ફળ સહિત ઘુઘરી ખવડાવવાનો રિવાજ છે. જોકે ગાય વધુ પ્રમાણમાં ઘુઘરી આરોગવાનાં કારણે તેના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઉભુ થાય છે.

તેથી ભરૂચ પાંજરાપોળનાં મહેન્દ્ર કંસારાએ લોકોને અપીલ કરી છે કે ધાર્મિક ભાવના સાથે દાન ધર્મનો મહિમા પણ જળવાય રહે તે માટે લોકોએ ગાયને વધુ પ્રમાણમાં ઘુઘરી ન ખવડાવવી જોઈએ જેથી ગાયનાં સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર ન વર્તાય.

 

Tags:    

Similar News