મહારાષ્ટ્રમાં બે વાહનો વચ્ચે અકસ્માતમાં 7 વ્યક્તિઓનાં મોત, 13 ઘાયલ

Update: 2017-11-28 08:17 GMT

મહારાષ્ટ્રનાં લાતૂર નાંદેડ હાઇવે પર બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતા 7 વ્યક્તિઓનાં કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રનાં લાતૂરની નજીક કોલ્પા વિસ્તારમાં બે વાહનો વચ્ચે સામસામે અથડામણ થઇ હતી, અને એક વ્હીકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

દુર્ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યા હતા, અને 13 લોકો ઘાયલ થઇ ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

Similar News