મિયાગામ સીમમાં લીમડાના વૃક્ષ નીચે બાંધેલી ગાય ઉપર વીજળી ત્રાટકતા મોત

Update: 2019-06-26 16:43 GMT

કરજણના મિયાગામની સીમમાં ખેતરમાં લીમડાના વૃક્ષ નીચે બાંધેલી ગાય પર આકાશી વીજળી ત્રાટકતા ગાયનું કરુણ મોત નિપજવા પામ્યું હતું.

કરજણ તાલુકાના મિયાગામની સીમમાં વરસાદ સાથે અચાનક વીજળી ત્રાટકતાં એક ગાયનું કરૂણ મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના મિયાગામમાં બુધવારના રોજ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતાં આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા અને જોત જોતામાં વરસાદ વરસવાનું ચાલુ થતાં વરસાદ સાથે અચાનક પ્રચંડ કડાકા સાથે આકાશી વીજળી ત્રાટકતાં મિયાગામની સીમમાં આવેલા ગોવિંદભાઇ બકોરભાઇ રબારીના ખેતરમાં લીમડાના વૃક્ષ નીચે બાંધેલી તેઓની ગાય પર વિજળી ત્રાટકતાં ગાયનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

ઘટનાની જાણ થતા બકોરભાઈએ પોતાના ખેતરમાં જઈ ગાયને મૃત હાલતમાં પડેલી જોતા તેઓએ ઘટના સંદર્ભે કરજણ પોલીસ મથકમાં જાણ કરી હતી. ચોમાસાના પ્રારંભે જ આકાશી વીજળી ત્રાટકવાની ઘટનામાં એક અબોલા પશુ ભોગ બની જતા લોકોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 

Tags:    

Similar News