મેડિકલ કોર્ષમાં પ્રવેશ મેળવવા સમગ્ર દેશમાં કોમન ટેસ્ટ માટે SCની મંજૂરી

Update: 2016-04-28 11:26 GMT

સમગ્ર દેશમાં સરકારી અને ખાનગી કોલેજોના મેડિકલ કોર્ષમાં પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટે સામાન્ય પ્રવેશ પરીક્ષા માટે મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ વર્ષે આખા દેશમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (NEET) યોજવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે NEETના શિડ્યુલ માટે કેન્દ્ર સરકાર, CBSE અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી. જે મુજબ હવે NEET બે તબક્કામાં યોજાશે. જેનો પ્રથમ તબક્કો 1લી મેના રોજ યોજાશે જ્યારે બીજો તબક્કો 24 જુલાઇનો રોજ યોજવામાં આવશે. બંને તબક્કાની પરીક્ષાનું રિઝલ્ટ 17 ઓગષ્ટ સુધી જાહેર કરી દેવામાં આવશે.

Similar News