દેશની સુરક્ષા: ભારતીય સેના પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા ગામોમાં બનાવી રહી છે ડિફેન્સ વોલ

પાકિસ્તાનની મડવોલ (માટીની દીવાલ)ના જવાબમાં ભારતીય સેના હવે સરહદ સાથે જોડાયેલાં ગામોમાં ડિફેન્સ વોલ બનાવી રહી છે.

Update: 2024-04-28 04:00 GMT

પાકિસ્તાનની મડવોલ (માટીની દીવાલ)ના જવાબમાં ભારતીય સેના હવે સરહદ સાથે જોડાયેલાં ગામોમાં ડિફેન્સ વોલ બનાવી રહી છે. દેશની આ પ્રકારની પહેલી દીવાલનું નિર્માણ રાજસ્થાનના શ્રીગંગાનગર અને પંજાબમાં શરૂ પણ થઈ ગયું છે. તેની જવાબદારી ગ્રેફને સોંપાઈ છે. પથ્થરોની આ નવી દીવાલ બોર્ડરથી 12 કિમી પહેલાં સીમાંત ગામોમાં નહેરોના કિનારે બનાવાઈ રહી છે.પહેલા તબક્કામાં 21 કિમી લાંબી દીવાલનું નિર્માણ અંતિમ ચરણમાં છે. તેની ખાસિયત એ છે કે 10 ફૂટ પહોળી અને 7 ફૂટ ઊંચી આ દીવાલની અંદર જ બન્કર પણ હશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે આપણી સુરક્ષા હવે બમણી થઈ જશે. બોર્ડર પર બીએસએફ રહેશે અને ડિફેન્સ વોલમાં સેના તૈનાત રહેશે. અહીં તેનું પરિણામ શ્રેષ્ઠ આવ્યા પછી દેશભરમાં સમગ્ર બોર્ડર વિસ્તારમાં આવી ડિફેન્સ વોલ બનાવાશે.ભારતની ડિફેન્સ વોલ; આપણી વોલનું નિર્માણ પથ્થરોની બે પાક્કી દીવાલો વચ્ચે માટી ભરીને કરાયું છે. આ જ દીવાલો વચ્ચે બન્કર પણ બનાવાયાં છે. જ્યાં સેનાના જવાનો સરળતાથી ઊભા રહી શકશે. આ ઉપરાંત સેનાની અવર-જવર અને અન્ય ગતિવિધિઓ પણ દુશ્મન દેશ નહીં જોઈ શકે.

Tags:    

Similar News