ઉત્તરાખંડના જંગલોમાં ચાર દિવસથી ભીષણ આગ, આર્મીની મદદે બોલાવાય

ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે.

Update: 2024-04-28 03:08 GMT

ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે. વન વિભાગના કર્મચારીઓ, ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ આર્મીના જવાનો પણ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરથી પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, આજે ગરમી વધુ હોવાને કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે.ઉત્તરાખંડમાં શુક્રવારે આગની 31 મોટી ઘટનાઓ બની હતી. આમાંનો સૌથી મોટો મામલો નૈનીતાલમાં સામે આવ્યો હતો, જ્યાં આગ હાઈકોર્ટ કોલોનીની આસપાસ પહોંચી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ ઓલવવા માટે એરફોર્સના હેલિકોપ્ટરને બોલાવવામાં આવ્યું હતું. શુક્રવારે વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરે ભીમતાલ તળાવમાંથી પાણી ભરીને પંચાયત વિસ્તારમાં લાગેલી આગને બુઝાવી હતી. આ પહેલા પણ જ્યારે 2019 અને 2021માં આગ લાગી હતી ત્યારે તેને બુઝાવવા માટે MI-17 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગના ધુમાડાને કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

Tags:    

Similar News