મોડાસાના વાંટડા ગામે પાણીની ગંભીર સમસ્યા: મહિલાઓએ તંત્રને જગાડવા છાજીયા લઈ રામધૂન બોલવી

Update: 2019-06-19 12:25 GMT

અરવલ્લી જિલ્લામાં ચોમાસાએ દસ્તક લઈ લીધી છે તેમ છતાં પાણીની વિકટ સમસ્યા વર્તાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સબ સલામતના પોકળ દાવાઓ વચ્ચે અંતરિયાળ વિસ્તારો સહીત મોડાસા તાલુકાના ગ્રામજનો પણ પીવાના પાણી માટે વલખા મારવા પડતાં હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. મોડાસા તાલુકાના વાંટડા ગામે ૬ મહિનાથી પાણી માટે ભારે રઝળપાટ કરવો પડી રહ્યો હોવાથી જવાબદાર તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ના થતા નઘરોળ તંત્રને જગાડવા ગામની મહિલાઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવી પાણીની સમસ્યા ઝડપથી હલ કરવા ઉગ્ર માંગ કરી હતી. વાંટડા ગામે ૩ હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે,છેલ્લા ૬ મહિનાથી પાણીની સમસ્યા ગંભીર બનતા પાણીની સમસ્યા થી પીડાતી મહિલાઓએ ગામમાં એકઠા થઈ જવાબદાર તંત્રના છાજીયા લઈ, પાણીના શોભાના ગાંઠિયા સમાન બની રહેલ સંપ નજીક માટલા ફોડી વિરોધ નોંધાવી ભગવાનનું શરણ લઈ રામધૂન બોલાવી જવાબદાર તંત્રને વ્યથા અંગે જગાડવા પ્રયત્ન કર્યો હતો.

Similar News