યુપી સરકાર દ્વારા 21 ફિલ્મોને 9.41 કરોડની સબસીડી આપવામાં આવી

Update: 2016-12-28 06:46 GMT

ઉત્તર પ્રદેશ સરકારે તેની ફિલ્મ નીતિ હેઠળ 21 ફિલ્મો માટે રૂ 9.41 કરોડની સબસીડી આપી હતી.

આ કાર્યક્રમમાં ફિલ્મ સ્ટાર્સ જયા બચ્ચન, અભિષેક બચ્ચન, રવિ કિશન સહીત દિગ્દર્શક અનુરાગ કશ્યપ પણ હાજર રહ્યા હતા.

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં ફિલ્મ પ્રોડક્શન માટે યોગ્ય વાતાવરણ સર્જવા કટિબદ્ધ છે તેમજ સરકારની આકર્ષક ફિલ્મ નીતિને કારણે 250 થી વધુ ફિલ્મોના શૂટિંગ માટેની દરખાસ્તો પણ મળી હતી જેમાંથી 70 થી વધુ ફિલ્મ પણ કામ શરૂ થઇ ગયું છે.

ભોજપુરી સ્ટાર અભિનેતા રવિ કિશને ફિલ્મ ઉત્પાદન માટે મૈત્રીપૂર્ણ નીતિઓ ઘડવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે તે ફિલ્મોમાં "મસાન" (2 કરોડ) , પંડિત જી બતાઈના બીયાહ કબ હોઈ-2 (82.51 લાખ), થોડા લુફ્ત થોડા ઇશ્ક (42.33 લાખ), જય જવાન જય કિશાન (24.07 લાખ), રાજા બાબુ (72.52 લાખ) સહીત અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

Similar News