રક્ષામંત્રી નિર્મળા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની લીધી મુલાકાત

Update: 2019-03-02 16:45 GMT

60 કલાક પાકિસ્તાનની કેદમાં રહ્યા પછી માતૃભૂમિ પરત આવેલ વિંગ કમાન્ડર અભિનંદન હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવ્યા છે, જ્યાં રક્ષામંત્રી નિર્મળા સીતારામણે તેમની મુલાકાતે આવ્યા હતા. સારવાર દરમિયાન એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ પણ વિંગ કમાન્ડરની ખાસ મુલાકાત લીધી હતી.

પાકિસ્તાનની કેદમાંથી છૂટ્યા પછી વિંગ કમાન્ડર અભિનંદનનું દિલ્હીમાં સ્થિત સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય પૂરવાર થયા હતા. સૂત્રો મુજબ તેમને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

વાયુસેનાના અધિકારીઓ મુજબ પાકિસ્તાનની કેદમાંથી પરત આવેલા અભિનંદન પર કેટલાક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે કુલિંગ ડાઉન પ્રોસેસનો ભાગ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અભિનંદને તેમના પરિવાર અને વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

Similar News