રજનીકાંતની ફિલ્મ "2.0" નો ફર્સ્ટ લૂક થયો લોન્ચ,ખેલાડી અક્ષય વિલનની ભૂમિકામાં જોવા મળશે

Update: 2016-11-21 07:45 GMT

સુપરસ્ટાર રજનીકાંતની તેની તામિલ ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ એન્થિરન ની સિક્વલ ફિલ્મ "2.0" નો ફર્સ્ટ લૂક લોન્ચ કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં એક ઇવેન્ટ કરણ જોહરે હોસ્ટ કર્યો હતો જેમાં બોલીવડ સુપરસ્ટાર સલમાન ખાને પણ ખાસ હાજરી આપી હતી. રજનીકાંતે પોતાના ટ્વિટર પર ટીઝર પોસ્ટર પણ શેર કર્યું હતુ. 2.0 એસ. શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ એક્શન આધારિત છે, જ્યારે આ ફિલ્મમાં બોલીવડના ખેલાડી અક્ષય કુમારનો નવો અવતાર જોવા મળશે અને તેને ફિલ્મમાં વિલન ના રોલમાં જોવા મળશે. એમી જેક્શન મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી રહી છે. જ્યારે ફિલ્મમાં સંગીત એ.આર.રહેમાને આપ્યુ છે. ભારતની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે.

2.0 ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ નો પોતાનો લૂક દર્શાવતું પોસ્ટર પણ અક્ષય કુમારે ટ્વિટર પાર શેર કર્યું હતુ. આ ફિલ્મ રાજનીકાંત સાયન્ટિસ્ટ ડો.વસીગરણ ના પાત્રમાં જોવા મળશે,જ્યારે અક્ષય કુમાર સાયન્ટિસ્ટ રિચર્ડ ના પાત્રમાં જોવા મળશે.

Similar News