રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં બાળકોએ સ્વચ્છતા માટે અપનાવી અનોખી રીત 

Update: 2016-12-19 12:31 GMT

 

શાળાઓ માં વિધાર્થીઓની હાજરી પુરાય ત્યારે મોટેભાગે યસ સર, યસ મેડમ, યસ ટીચર અને યસ પ્રેઝન્ટ જેવા શબ્દો નો ઉપયોગ થતો હોય છે. પરંતુ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૮૧ સ્કૂલોના ૩૧૦૦૦ વિદ્યાર્થીઓએ યસ સર યસ મેડમ જેવા શબ્દોને તિલાંજલિ આપી હું સ્વચ્છતા નું પાલન કરીશ અને હું સ્વચ્છતાને સમર્પિત એવા શબ્દો બોલી વર્ગખંડમાં હાજરી પુરાવી સ્વચ્છતાનો સંદેશો પ્રસરાવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.

રંગીલા રાજકોટને ક્લીન સીટી બનાવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાનું સિંચન થાય તે માટે મનપા ના સેનિટેશન ચેરમેન અને શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓની હાજરી સમયે વર્ષોથી બોલાવામાં આવતુ યસ સર યસ મેડમ અને યસ પ્રેઝન્ટને બદલે નવતર શબ્દોનો ઉપયોગ ૮૧ સ્કૂલો ના ૩૧૦૦૦ વિદ્યાર્થીઓએ અપનાવી સ્વચ્છતાની જુંબેશને નવી રાહ ચીંધી છે.

રાજકોટ ની મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિવર રવિન્દ્ર નાથ ટાગોર સ્કુલમાં ખાસ સમારોહમાં યસ સર યસ મેડમ નહિ સ્વચ્છતાનું પાલન ની પરંપરા તમામ સ્કૂલોમાં શરુ થઇ છે જેથી શાળાઓમાં વર્ગ શિક્ષક એ હાજરી સમયે વિદ્યાર્થીઓનું નામ બોલતા વિદ્યાર્થીઓ એ હું સ્વચ્છતા ને સમર્પિત સ્વચ્છતા નું પાલન કરીશ તેવા શબ્દો નો ઉપયોગ શરુ કર્યો હતો.

 

Similar News