રાજકોટ : બાઇક પર સ્ટંટ કરતાં 2 બાઇક સવારો ભટકાયા, અકસ્માતનો “LIVE” વિડિયો થયો વાઇરલ

Update: 2020-03-12 13:12 GMT

રાજકોટ જિલ્લાના પડધરી હાઈવે પર કેટલાક બાઇક સવાર યુવાનોનો બાઇક પર સૂતા સૂતા સ્ટંટ કરતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં બાઈક ચલાવતી વેળા બે બાઇક ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે સમગ્ર મામલે વાઇરલ વિડિયો અંગે સત્યતા જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટના પડધરી હાઈવે પર કેટલાક બાઇક સવારો જીવના જોખમે બાઇક પર સૂતા સૂતા સ્ટંટ કરતા હતા. તે દરમ્યાન અચાનક બે બાઇક ભટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો લાઈવ વિડિયો પાછળ ચાલતી એક કારમાં બેસેલા લોકોએ બનાવ્યો હતો. જેમાં વાઇરલ થયેલો વિડિયો એક બે દિવસ અગાઉનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. હાલ તો પોલીસ મથકે બાઇક અકસ્માત અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ સમગ્ર મામલે વાઇરલ થયેલા વિડિયોની પુષ્ટિ કરવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News