રાજકોટનાં એક ગામને હરીયાળુ બનાવવા માટે અનોખી પહેલ, વૃક્ષ નહિ વાવવો તો કપાશે પાણીનું કનેશન

Update: 2017-07-06 07:24 GMT

રાજકોટનું એક ગામ એવુ છે જ્યાં ઘરની બહાર બે વૃક્ષો ઉગાડવા ફરજીયાત છે. તેમજ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરની બહાર વૃક્ષ ના વાવે તો તેના ઘરનું પાણી કનેકશન પણ કાપી નાખવામાં આવે છે.

રાજકોટ જિલ્લાનું ખોખડદડ ગામ વર્ષ 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ જોઈએ તો આ ગામમાં પૂરુષ અને સ્ત્રીની મળીને વસ્તી માત્ર 1770 જેટલી થાય છે. ત્યારે જોવા જેવી વાત તો એ છે કે હાલ આ ગામમાં 5000 થી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં ખોખડદડ ગામના ઉપસરપંચ જીવાભાઈ અને ગ્રામજન મણિબેને પણ ખોખડદડ ગ્રામ પંચાયતના નિયમ વિશે વાત કરી હતી. શરૂઆતમાં જ્યારે વૃક્ષ નહિ વાવવા બદલ પાણી કનેકશન કાપવાનો નિર્ણય બનાવતા ગામમાં કચવાટ જરૂર ઉભો થયો હતો. જો કે બાદમાં સૌ કોઈ આ અભિયાનમાં જોડાયા હતા. જેને પગલે આજે આ ગામ હરિયાળુ ગામ બની ચુક્યુ છે.

ગ્રામજનોનું કહેવુ છે કે આ ગામમાં આઝાદી બાદ ક્યારેય કોઈ ચુંટણી થઈ નથી. આ ગામમાં અત્યાર સુધી હર હમેંશથી ચૂંટણીઓ સમરસ થતી આવી છે. જેના જ કારણે ગામનો આટલો વિકાસ શક્ય બન્યો છે.

 

Similar News