રાજકોટમા ઝડપાયુ હુક્કાબાર, 5 ગ્રાહકો અને બે ભાગીદાર ઝડાપાયા

Update: 2017-11-05 11:28 GMT

હર્બલના નામે નિકોટિન યુક્ત ફ્લેવરવાળા હુક્કાબારના કારણે યુવાધન નશાના રવાડે ચડી ગયું છે. રાજ્ય સરકારે સવા વર્ષ પહેલાં હુક્કાબાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો હોવા છતાં, અનેક હુક્કાબાર ધમધમી રહ્યા છે.

રાજકોટ શહેર પોલીસે મોડી રાતે જામનગર રોડ પર સત્યમ્ શિવમ્ સુંદરમ્ સોસાયટીમાં એક મકાનમાં ચાલતા હુક્કાબાર પર દરોડો પાડી હુક્કાબારના બે ભાગીદાર અને હુક્કાની ગડગડાટી બોલાવી રહેલા 5 ગ્રાહકને ઝડપી લીધા હતા.

સૂત્રધાર મકાન માલિક ફરાર થઇ જતાં તેની શોધખોળ ચાલુ છે. મકાનમાંથી હુક્કાના સાધનો અને વિદેશી શરાબ મળી આવી હતી. પોલીસે સિગારેટ એન્ડ અધર તમાકુ પ્રોડક્ટ અધિનિયમની વિવિધ કલમો તેમજ દારૂનો અલગ ગુનો નોંધી બન્ને ભાગીદારની ધરપકડ કરી હતી, જ્યારે કેસને મજબૂત બનાવવા પાંચેય ગ્રાહકોને સાક્ષી બનાવ્યા હતા.

Similar News