રાજકોટમાં આરોગ્ય વિભાગની સતર્કતા બાદ પણ કેરીના વેપારીઓ બેફામ

Update: 2017-05-02 02:54 GMT

શહેરની જલારામ ફ્રુટ સેન્ટરની દુકાનમાંથી 6000 કિલો અખાદ્ય કેરી જથ્થાનો નાશ કરાયો. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ શાખા દ્વારા ફરી એક વાર કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ તપાસ દરમિયાન કોઠારીયા રોડ પર આવેલ જલારામ ફ્રુટ સેન્ટરની દુકાન માંથી 6000 કિલો કેરીનો નાશ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગની ટીમ જલારામ ફ્રુટ સેન્ટરની દુકાન પર ચેકિગં હાથ ધરતા અખાદ્ય કેરીનો જથ્થો ઝડપાયો હતો તેમજ વધુ તપાસ કરવામાં આવતા 700 કિલો ચીકુ કાર્બાઈડ થી પકવ્યા હોવાનું ખુલ્યુ હતુ. આથી આરોગ્ય વિભાગે 6000 કિલો કેરી અને 700 કિલો ચીકુનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

Similar News