રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ કરનાર ત્રણ શખ્સોની પોલીસે કરી ધરપકડ

Update: 2017-04-22 10:42 GMT

રાજકોટમાં પંદર દિવસ પહેલા એક પટેલ વેપારીના ઘર પર ફાયરિંગ કરીને પટેલ વેપારીનુ અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. જેમાં ભક્તિનગર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને સીસીટીવી ફુટેજ પણ મેળવ્યા હતા.

પોલીસે આ ઘટનામાં કબ્જે કરેલ સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઈ રીતે બે વ્યક્તિ એક ફોર્ચુયનર કારમાં આવે છે. ત્યારબાદ વેપારીના મકાન પર એક બાદ એક એમ કરી આઠ રાઉન્ડ ફાયરિંગ કરે છે. જો કે ગનમાંથી ફુટેલા કાર્તુસ નીચે પડતા એક વ્યક્તિ તે કાર્તુસને નીચે થી વિણી પણ લે છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ભક્તિનગર પોલીસે તારીખ 21મીના રોજ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં દોલતસિંહ, અંકિત સીયાણી અને યોગરાજ તલાટીયા નામના 3 આરોપીની ધરપકડ કરી હતી. જે શખ્સોને તેની કોલ ડિટેઈલના આધારે ક્રાઈમબ્રાંચે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી ઝડપી પાડયા હતા. પોલીસે અગાઉ ઘટનામાં ગૌરવ શિયાણીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો.

Similar News