રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કેન્સર હોસ્પિટલમાં ૧.૫૦ કરોડના આધુનિક મશીનનુ લોકાર્પણ કરાયુ

Update: 2017-03-05 14:19 GMT

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજ રોજ રાજકોટના મહેમાન બન્યા હતા અને બે કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

રાજકોટની કેન્સર હોસ્પિટલમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા કેન્સરના દર્દીઓ માટે રૂ 1.50 કરોડનું આધુનિક શેક મશીન આપવામાં આવ્યું હતું જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેન્સરના દર્દીઓ માટે ઉપયોગી આ મશીન સૌરાષ્ટ્રનું પ્રથમ મશીન છે જે હવેથી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને મદદરૂપ બનશે.અત્યાર સુધી દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે મુંબઈ જવું પડતું હતું અને ૧૫ થી ૧૬ કલાકની સારવાર કરવી પડતી હતી પરંતુ હવે રાજકોટમાં જ તેની સારવાર માત્ર 15 મિનિટમાં થઇ જશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ વાટલીયા પ્રજાપતિ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને ત્યારબાદ સુરતના કાર્યક્રમોમાં હાજરી આપવા રવાના થયા હતા.

 

Similar News