રાફેલ મુદ્દે સરકારને મોટી રાહત, મોદી સરકારે સસ્તામાં ડીલ કરી હતી: CAG

Update: 2019-02-13 07:32 GMT

દિવસ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષના હોબાળા વચ્ચે રફેલ મુદ્દે કેગ ની રિપોર્ટ રાજ્યસભા માં રજૂ કરાઇ. રાફેલ મુદ્દે રાજ્યસભામાં રજૂ કરાયેલા CAG રિપોર્ટમાં સરકારને મોટી રાહત મળી છે.

CAG રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે મોદી સરકારે સસ્તામાં ડીલ કરી હતી. જો કે આ રિપોર્ટ માં કિમત જાહેર કરવામાં નથી આવી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ દ્વારા રાફેલ ડીલ પર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે તેવા આ રિપોર્ટ થી સરકારને વિપક્ષ પર હમલાવર થઈ પોતાનો બચાવ કરવાનો મોકો મળ્યો છે.

વિપક્ષ ને મહાજૂઠબંધન જેવા શબ્દો થી પ્રહારો કરાયા ત્યારે રિપોર્ટ બાદ થી સત્તા પક્ષ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ ડીલ ની કિમત મુદ્દે વિપક્ષ હજુ પણ સરકાર પર હમલાવર થઈ રહ્યું છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી બિલકુલ નજીક છે તેવામાં વિપક્ષ કોઈ પણ મોકો છોડવા માંગતા ના હતા અને સતત શાબ્દિક પ્રહારોથી સરકાર પર હમલા કરાઇ રહ્યા હતા ત્યારે સરકારને પણ CAG ની રિપોર્ટ થી રાહત મળી છે.

CAG રિપોર્ટમાં કહ્યું છે કે NDAની ડીલ 2.86 ટકા સસ્તી છે. જો કે CAG રિપોર્ટમાં વિમાનની કિંમતનો ઉલ્લેખન કરવામાં આવ્યો નથી.CAG રિપોર્ટ હાલમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે. તો આ મુદ્દો હજુ કેટલો રાજનીતિક લાભ આપી શકે છે અને કેવી પ્રતિક્રિયાઓ રાજનીતિક પાર્ટીઓ તરફ થી આવશે તે જોવું રહ્યું.

Similar News