લખનઉ : ઉત્તર પરદેશમાં કાયદો અને વ્યવસ્થાની હાલત દયનીય, ભાઈ-બહેનની હાલત સામે પોલીસ લાચાર

Update: 2019-06-26 06:46 GMT

ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. યોગી સરકારમાં ગૂનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અવારનવાર બનતી ગુનાખોરીની ઘટનાઓ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરે છે. હાલ માં જ સોશિયલ મીડિયામાં વાઇરલ વિડિયો સરકારી મશીનરી પર સવાલો ઊભા કરે છે. અમે જે આપને વિડિયો બતાવી રહ્યા છે.

એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક અને એક યુવતી લોહીમાં રંગાયેલ અને ઇજાગ્રસ્ત હાલતમાં કોઇની સાથે વાતો કરતાં જોવા મળે છે. આ હ્રદય કંપવનારો વિડિયો ઉત્તરપ્રદેશના લખનઉ જિલ્લાના ઇટોંજાનો છે અને વિડિયોમાં યુવક અને યુવતી ભાઈ બહેન છે. જે હુમલાગ્રસ્ત છે. કેટલાક અસામાજિક તત્વોએ ઘાતકી રીતે હુમલો કર્યાની આપવીતી જણાવી રહ્યા છે.

જેની સાથે ચર્ચા કરી રહ્યા છે તે યુપી પોલીસ છે અને સ્પષ્ટ સાંભળી શકાય છે કે ઘાયલ અવસ્થામાં પણ બહેનને બચાવવા ભાઈ પોલીસને વિનંતી કરી રહ્યો છે. પીડિત હુમલાખોરોના નામ પણ જણાવી રહ્યો છે. પરંતુ નિષ્ઠુળ પોલીસ ગુંડાઓને પકડવાને બદલે ઘાયલ પીડિતને કહી રહ્યા છે જાઓ પહેલા લેખિતમાં શિકાયત લઈને આવો અને મેડિકલ કરાવીને આવો. ત્યારે યુપી પોલીસ કેટલી સંવેદનશીલ છે તે આ વિડિયો પર થી સમઝી શકાય તેમ છે.

Similar News