વડોદરાના વાલીઓનો શાળા સંચાલકો સામે અનોખો વિરોધ, બાળકો બન્યા જોકર

Update: 2018-03-09 10:42 GMT

વડોદરામાં વાલીઓ દ્વારા શાળા સંચાલકો સામે ઓનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ ખાતે વાલીઓએ ભેગા મળી તેમનાં બાલખોને જોકરનાં વસ્ત્રો પહેરાવ્યાં હતા. ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર કરી રેલી સ્વરૂપે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" ids="43484,43485,43486,43487,43488,43489"]

રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં ફી નિયમન સંદર્ભે અનેક નિર્દેશો આપ્યા છતાં શાળા સંચાલકો દ્વારા ફીની સતત ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેના પગલે વાલીઓએ શાળા સંચાલકો ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે, સંચાલકો અમને જોકર બનાવી રહ્યા છે. જેના પગલે અમારે બાળકોને જોકરનાં વસ્ત્રો પહેરાવી વિરોધ નોંધાવવો પડી રહ્યો છે. સાથે જ વાલીઓએ એવો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે વધારાની ફી અમે નહીં જ ભરીએ.

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધરોણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અને ટૂંક સમયમાં બોર્ડી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ફાળવી દેવામાં આવી છે. પરંતુ કેટલાંક વાલીઓએ શાળાની વધારાની ફી નહીં ભરતાં કેટલાંક શાળા સંચાલકોએ તેવા વિદ્યાર્થીઓની હોલ ટીકિટ અટકાવી રાખી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. જેને લઈને વાલીઓએ આજે અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો.

Similar News