વરસાદની મોસમમાં ફરવાલાયક ભારતના ટોપ 5 ડેસ્ટિનેશન

Update: 2016-07-30 03:42 GMT

ભારતમાં મોટાભાગના લોકો વરસાદની રાહ જોતા હોય છે. વરસાદની સિઝન ઘણી આહલાદક હોય છે. ભારતમાં કેટલાક એવા સ્થળો છે જ્યાં વરસાદ પડતા જ તેના સોંદર્યમાં અનેકગણો વધારો થઇ જાય છે. જેમકે, ગોવા, દાર્જીલિંગ, પાલમપુર, શિલોંગ અને કુર્ગ.

ગોવામાં વરસાદની સિઝનમાં ફરવા જવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ સિઝનમાં અહીં ભીડ ઓછી હોય છે અને હોટલના રેટ પણ ઘણાં ઓછા હોય છે. ચોમાસામાં ગોવામાં સૌથી મોટું આકર્ષણ સેન્ટ જ્હોનના ફિસ્ટની ઉજવણી છે. ગોવાના બીચ પર વરસાદની ઋતુમાં ફરવાની મજા જ કંઇક ઓર છે.

વરસાદી માહોલમાં દાર્જીલિંગનું સોંદર્ય સોળે કલાએ ખીલી ઉઠે છે. અહીં આ ઋતુમાં આવવા પર વરસાદની મજા માણવા સાથે કુદરતના અપ્રિતમ સોંદર્યના દર્શન પણ થાય છે. વાદળો વચ્ચે ફરવાનો અહેસાસ કરવો હોય તો ચોમાસામાં દાર્જીલિંગની મુલાકાત અચૂક લેવી જોઇએ.

મેઘાલયનું શિલોંગ પણ ચોમાસામાં અત્યંત રમણીય નજારાઓથી ભરપૂર હોય છે. અહીંનો એલિફન્ટ ફોલ ચોમાસામાં તેની ચરમસીમાએ હોય છે.

કર્ણાટકમાં આવેલું કુર્ગ પણ ચોમાસામાં ખીલી ઉઠે છે. અહીં તમે ફરવાની સાથે ટ્રેકિંગની મજા પણ માણી શકો છો. કુર્ગમાં ઘણાં સુંદર લોકેશન્સ આવેલા છે. જે વર્ષાઋતુના આગમન સાથે જ વધારે આકર્ષક બની જાય છે.

હિમાચલ પ્રદેશમાં આવેલું પાલમપુર ઉત્તર ભારતની 'ચાની રાજધાની' તરીકે ઓળખાય છે. ચારે તરફ ફેલાયેલા ચાના લીલાછમ બગીચાને વરસાદમાં જોવાની મજા કંઇક ઓર છે.

 

Similar News