વલસાડ  : અતુલ ખાતે હાઇવે નજીક અજાણ્યા વાહનની અડફેટે દીપડીનું મોત

Update: 2019-03-18 03:49 GMT

વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઇવે નજીક અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડીનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વલસાડ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના અતુલ ખાતે નેશનલ હાઇવે 48 પર સુરત તરફ ના લેન પર વાહન અડફેટે દીપડીનું મોત થયું હતું.આ ઘટનાને પગલે દીપડીને જોવા માટે લોકટોળુ એકઠું થયું હતું. જેને લઈને વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી 3 થી 4 વર્ષની દીપડી હોય જે રાત્રી દરમિયાન હાઇવે ક્રોસ કરતા અજાણ્યા વાહનના અડફેટે ઘટના બની હતી. 1 વર્ષ પહેલાં પણ આજ સ્થળે દીપડી નું મોત થયું હતું. દીપડીનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ લાગણી જોવા મળી હતી.સમગ્ર ઘટના હાઇવે પર રાત્રી દરમિયાન દીપડાઓના અકસ્માતમાં વધારો થયો છે. જેને લઈને દીપડાઓની સુરક્ષા ઉપર સવાલ ઉઠવા પામ્યા છે.

Similar News