વલસાડ : વહેલી સવારે વાતાવરણનો બદલાયો મિજાજ

Update: 2018-06-09 05:38 GMT

ભારે પવન સાથે વરસાદનું આગમન

ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસાનું આગમન થઇ રહ્યું છે. વરસાદે કેટલાક વિસ્તારોમાં પોતાના પગલા માંડી દીધા છે, ત્યારે આજે વહેલી સવારથી જ વલસાડમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વલસાડનાં કપરાડા, ધરમપુર અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વલસાડમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થતા ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો દમ લીધો હતો. વાપી અને ઉમરગામનાં વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તો ભારે પવનનાં કારણે વીજળી પણ ગુલ થઇ હતી.

જો કે વરસદાને કારણે વાતાવરણમાં ઠંડક થતા અને ઉકળાટ ઓછો થતા લોકોએ રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાએ આગાહી કરી છે કે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

Tags:    

Similar News