વિજય શંકરે વિશ્વકપમાં પ્રથમ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો  

Update: 2019-06-17 06:27 GMT

આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમનો રવિવારે માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી મેચમાં વરસાદે આ મેચમાં ઘણી વાર વિઘ્ન પાડ્યું હતું. ત્યારે આ મેચમાં ભારત તરફથી પ્રથમ મેચ રમી રહેલા વિજય શંકરે પોતાની પ્રથમ મેચમાં એક રેકોર્ડ બનાવી લીધો છે. વિજય શંકરે પ્રથમ બોલ પર પાકિસ્તાનના ઇમામ ઉલ હકની વિકેટ લઈને આ રેકોર્ડ બનાવ્યો છે. વિજય શંકરે વિશ્વકપમાં પ્રથમ મેચમાં પ્રથમ બોલ પર વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. વિજય શંકર આમ કરનાર પ્રથમ ભારતીય બની ગયો છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="99171,99172,99173,99174,99175"]

હકીકતમાં, ભારત-પાકિસ્તાનની મેચની બીજી ઈનિંગ દરમિયાન 5મી ઓવર ફેંકવા આવેલા ભુવનેશ્વર કુમારને ઓવરના ચોથા બોલ પર સ્નાયૂ ખેંચાઇ જવાને કારણે ઇજા થતાં મેદાન છોડવું પડ્યું હતું. તેની અધુરી ઓવર પૂરી કરવા આવેલા વિજય શંકરે પ્રથમ બોલ પર પાકિસ્તાનના ઓપનર ઇમામ-ઉલ-હકને એલબીડબ્લ્યૂ આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી અને આ સાથેજ તેને ભારતીય ક્રિકેટમાં ઈતિહાસ સર્જી નાખ્યો હતો એન એમ આ કરનામું કરનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો હતો તો આવો જોઈએ આવા કરનામાં કરનાર ક્રિકટરોનો 1999 થી અત્યાર સુધીનો ઇતિહાસ

1999 : માર્ક ઇલહામ

2003: ઇયાન હાર્વે

2007 : જેમ્સ ફ્રેંક્લીન

2007 : મિચલ જોન્સ

2007 : મોહમ્મદ યુસુફ

2011: થીસારા પરેરા

2011 : જેમ્સ નગોચે

2015: દૌલત જરદાન

2019 : વિજય શંકર

Tags:    

Similar News